Skip to main content

પ.પૂ. પુનિતબાપુશ્રીના તા.27-04-2020ના સત્સંગના અંશો..

  • જીવનમાં થોડી સહનશીલતા કેળવજો.

  • મારા વિશે અથવા મૈયાશ્રી માટે ટીકા-ટિપ્પણી કંઈ કરશો નહીં, નહીંતર કંઈ જ મળશે નહીં.

  • જીવનમાં એકબીજાને મદદરૂપ થવાની કોશીશ કરજો. નાનો હોય કે મોટો હોય, દરેક પ્રત્યે વિનમ્રતા દાખવવી.

  • આશ્રમમાં જે લોકો આવે છે અથવા તો આવ્યા છે, જ્યારે તેઓની પાછળ રાહુ-કેતુ પડે છે એટલે અહીંથી જવાનો પ્રોગ્રામ કરે છે. શક્ય હોય તો અહીંનો વધુમાં વધુ લાભ લેવો. આ સમય-સંજોગ વારંવાર આવતો નથી. ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે.

  • તમે દશ રૂપિયા કમાતા હો તો એક રૂપિયો, અરે! ૫૦ પૈસા પણ દાન કરજો. તમે જે આપશો એનું અનંતગણું તમને જ પરત મળશે. આ નિશ્ચિત યાદ રાખજો.

  • સાધના કરતા હો ત્યારે દ્રશ્યાત્મક અનુભૂતિ થાય જ એવું નથી. મને સાધના દરમિયાન આવા દ્રશ્યાત્મક અનુભવો થયા નથી, ડાયરેક્ટ સદગુરુ મળ્યા છે. મેં સદગુરુને આ વિશે પૂછ્યું તો કહે કે - સાધના દરમિયાન દ્રશ્યાત્મક અનુભૂતિઓ થાય તો ક્યારેક એમાં જ વિચલિત થઈ જવાતું હોય છે. એટલે સાધના ચાલુ રાખવી, શાંતિનો અનુભવ થાય છે એ પર્યાપ્ત છે.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥


"તમે દશ રૂપિયા કમાતા હો તો એક રૂપિયો, અરે! ૫૦ પૈસા પણ દાન કરજો. તમે જે આપશો એનું અનંતગણું તમને જ પરત મળશે. આ નિશ્ચિત યાદ રાખજો."

~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Sadguru MahaMantra Dattatrey Punitachariji Donation dhyan experience be polite stay at ashram Maiyashree ShailajaDevi Spontaneous Meditation